નમસ્કાર મિત્રો, આપના અવિરત પ્રેમ અને સપોર્ટ બદલ હું પૂરી ટીમ તરફ થી આપને ધન્યવાદ કરું છું. આશા રાખું કે આપના દરેક જિજ્ઞાસા ભર્યા સવાલો ને સંતોષકારક જવાબ આપવા અમે પૂરો પ્રયાસ કરીએ. આજનો વિષય આપણી એક જૂની કહેવત થી શરૂ કરું. An apple 🍎 a day, keeps The Doctor away. કેમ સફરજન? હા વાત સમાન્ય રીતે દરેક ને સમજ આવે એટલા માટે સફરજન સાથે સ્વાસ્થ્ય ને જોડ્યું છે, આજે જો આપડે એને ઊંડાણ પૂર્વક વિજ્ઞાન સાથે જોઈએ એટલે, દરેક ફળ અને શાકભાજી માં એક એવું તત્ત્વ રહેલું છે જે માણસ ને નિરોગી રાખવા માટે ઉપયોગી છે. શું છે એ તત્વ??? સામાન્ય રીતે દરેક હેલ્થ conscious વ્યક્તિઓ ની ડાયેટ માં તાજા શાકભાજી જેમ કે સલાડ અને નાસ્તા માં ફળો નો રોજિંદા વપરાશ જોવા મળે છે, જ્યારે સામાન્ય લોકો જેમને આ વિશે પૂરતું નૉલેજ નથી તેઓ સવાર ના નાસ્તા અને જમવામાં ફરસાણ, ફાસ્ટ ફૂડ અને બીજી સ્વસ્થ્ય ને નુકશાનકારક વસ્તુઓ નો ઉપયોગ જોવા મળે છે. Antioxidants હા! જે ફળ, સલાડ, લીલા શાકભાજી માં ભરપૂર માત્રા માં જોવા મળે છે. શું તમને ખબર છે કે તમારા વજન ના પ્રમાણે જો રોજ જમતા પેહલા અમુક ગ્રામ સલાડ ખાવા માં આવે અને એના પછી જમવા માં આવે તો...