કંઈ ખબર નથી પડતી કે શું કરું. હાથ માં સરસ બિઝનેસ છે જેમાં લાખો રૂપિયા કમાઈ શકાય. સામે માણસો છે જેમને કરોડો રૂપિયા કમાવવા ની ઈચ્છા છે અને વચ્ચે એક ખાઈ સમાન ઈગો છે જે ઘણા અલગ અલગ નામો થી ઓળખાય છે. શરમ, મારા થી ના થાય, જોડવાનો ધંધો, કેટલાય લોકો કરી ગયા, કંપની ભાગી ગઈ તો, હું ચપ્પલ નઈ ઘસુ, લોકો ફોન ઉઠાવવા ના બંધ કરી દે છે, કોઈ ફિક્સ આવક ના હોય તો કેમનું કરીશું? આ અને આવા ઘણા સવાલો રોજિંદા જીવન માં નોકરી કરનારા લોકો ના મન માં ગાંઠ ની જેમ વસી ગયા છે અને જાણે જાતે કરી ને પોતાને એક અદ્રશ્ય સાંકળ થી બંધાઈ ને એમાં રીબાયા કરવાનો આનંદ લઈ રહ્યા લોકો વિશે હું શું કરું એ ખબર નથી પડતી. એક ધાર્યું જીવન જીવી જવાની કોઈ ને ઈચ્છા નથી, પોતાના મન ના દરેક સપના ને જીવી લેવાની દરેક ની ઈચ્છા છે, પોતાના માં બાપ મોટાઓ એ આપડા માટે જે બલિદાનો આપ્યા એમને વગર કહ્યે ઘણુ ઘણુ આપી અને આશીર્વાદ લેવાનું મન થાય છે. પોતાના પત્ની બાળકો માટે દુનિયા ની દરેક સુખ સગવડ આપવાના અભરખા દરેક ના મન માં છે. પણ આ બધું સંભળવામાં સારું લાગે કલ્પના માં સારું લાગે એ માનસિકતા માં રહેલા લોકો માટે શું કરું એ ખબર પડતી નથી. કેમ કરી ને સમ...