નમસ્કાર દોસ્તો! આજે ફરી કંઇક મન ની વાત કઈક આસપાસ નો ચિતાર અને આપ સૌને યાદ કરતો કઈક લેખ લઈ તમારી સમક્ષ પ્રસ્તુત થયો છું. આશા રાખું કે જે તમને રસ પ્રદ અને આનંદ દાયક લાગશે. આપ અને આપનો પરીવાર આ મહામારી ના સમય માં સુરક્ષિત હશો એવી આશા સાથે આજે કઈક એવી વાત કરવા જઈ રહ્યો છું જે કદાચ આપડા બધા ના મન માં તો હશે પણ એને ખરેખર કામે લગાડવામાં આવી નહિ હોય. આપડા અને આપડા સંતાનો કે પછી આપડી આવનારી પેઢી, એ ચોક્કસ પણે આ મહામારી ની ગંભીરતા નહિ સમજી શકે કારણ કે જાત અનુભવ અને લખેલું વાંચવું એમાં સદંતર ફરક હોયજ છે. જ્યારે આવનારી પેઢી આજ ની આપડી મહામારી ના દૃશ્યો અથવા વાર્તા સ્વરૂપે વાંચશે કે જાણશે ત્યારે એ ચિતાર જોઈ અને સમજી શકશે પણ એનો શું તાત્પર્ય છે અને એમાંથી આપડે કેમ કરી ને ઉગાર્યા અને આ પરિસ્થિતિ માંથી બહાર આવ્યા પછી કેવો સંતોષ અનુભવ્ આ અંગે લાગણી નહિ સમજે એ ચોક્કસ છે. તમે આ વિશે શું કહેવા માંગો છો કૉમેન્ટ્સ માં અવશ્ય લખજો. તો શું આપડે એવું કઈક કે જે આ સમય ની કરુણતા અને સમય ની માંગ છે એ કરવામાં ક્યાંક પાછળ તો નથી રહેતા ને? શું આપડા બાળક (બાળકો) લાગણીશીલ અને સોહ્યાર્...