નમસ્કાર દોસ્તો!
આજે ફરી કંઇક મન ની વાત કઈક આસપાસ નો ચિતાર અને આપ સૌને યાદ કરતો કઈક લેખ લઈ તમારી સમક્ષ પ્રસ્તુત થયો છું. આશા રાખું કે જે તમને રસ પ્રદ અને આનંદ દાયક લાગશે.
આપ અને આપનો પરીવાર આ મહામારી ના સમય માં સુરક્ષિત હશો એવી આશા સાથે આજે કઈક એવી વાત કરવા જઈ રહ્યો છું જે કદાચ આપડા બધા ના મન માં તો હશે પણ એને ખરેખર કામે લગાડવામાં આવી નહિ હોય.
આપડા અને આપડા સંતાનો કે પછી આપડી આવનારી પેઢી, એ ચોક્કસ પણે આ મહામારી ની ગંભીરતા નહિ સમજી શકે કારણ કે જાત અનુભવ અને લખેલું વાંચવું એમાં સદંતર ફરક હોયજ છે. જ્યારે આવનારી પેઢી આજ ની આપડી મહામારી ના દૃશ્યો અથવા વાર્તા સ્વરૂપે વાંચશે કે જાણશે ત્યારે એ ચિતાર જોઈ અને સમજી શકશે પણ એનો શું તાત્પર્ય છે અને એમાંથી આપડે કેમ કરી ને ઉગાર્યા અને આ પરિસ્થિતિ માંથી બહાર આવ્યા પછી કેવો સંતોષ અનુભવ્ આ અંગે લાગણી નહિ સમજે એ ચોક્કસ છે. તમે આ વિશે શું કહેવા માંગો છો કૉમેન્ટ્સ માં અવશ્ય લખજો.
તો શું આપડે એવું કઈક કે જે આ સમય ની કરુણતા અને સમય ની માંગ છે એ કરવામાં ક્યાંક પાછળ તો નથી રહેતા ને?
શું આપડા બાળક (બાળકો) લાગણીશીલ અને સોહ્યાર્દ ભર્યું વર્તન, દરેક ને માન આપવાની ભાવના, જાતીવાદ માંથી ઉપર આવી ને નિર્ણયો લેવા, સમાજમાં બધા ને સહયોગ કરવો, અજાણ્યા ને પણ માનવતા ની ફરજ તરીકે નિઃસંકોચ મદદ કરવી અને આવી બીજી ઘણી એવી માનસિક અને સમજપૂર્વક ની શિક્ષા આપડી આવનારી પેઢી ને આપવા માં સફળ રહ્યા છીએ? શું આપડે પોતે એમના માટે એક બંધબેસતો દાખલો બેસાડ્યો છે કે જે જોઈ "આપડું સંતાન આપડને ફોલો કરે?"
શું આપડે એમના(સંતાન ના) મંતવ્યો ખુલ્લા મને સ્વીકારી અને આપડા મંતવ્યો રજૂ કરી સંતાન જાતે ઉચિત સમજણ કેળવે એવા પ્રયાસો કર્યા છે?
શું આવનારી પેઢી આપડા કરતાં વધુ લાગણીશીલ, વધુ સમજદાર, વધુ મદદરૂપ અને સમય ની જરૂરીયાત પ્રમાણે કાર્યદક્ષ બને એવું ઘડતર કેડવ્યું છે?
હું જાણું છું કે મોટાભાગ ના લોકો પોતાની આર્થિક સ્થિતિ ને વધુ સ્થિર કરવા અને આવનારા ભવિષ્ય માં ટેન્શન ફ્રી થવા માટે ના પ્રયાસો માં વ્યસ્તતા ને કારણે ઉપર જણાવેલ મોટા ભાગ ના જવાબો માં હા કેહવા માગે છે પણ કહી શકતા નથી.
કારણ ફક્ત આપડી માટે બે આંખો અને જે બે આંખો થી સમ્પર્ક માં ના આવે એવો બ્લાઈન્ડ સ્પોટ ની વચ્ચે તાલમેલ બેસાડવા માં અમુક જુનવાણી ફોર્મ્યુલા કે જે પૂર્વજો કરતાં, અપનાવવા ચૂકી જતા હોઇએ છીએ.
અને આપડા ભારત દેશ માં જ્યાં ૯૫% જનતા માથાદીઠ આવક કરતાં ઓછી આવક મેળવતા હોય ત્યાં સમય નો ઉપયોગ સંતાનો ની પૂર્ણ વિકાસ અર્થે આપવા માટે દિવસ નો ૧૦% થી પણ ઓછો સમય આપી શકતા હોય એ સ્વાભાવિક છે.
હું જાણું છું કે ઉપર લખેલી વાતો કદાચ એક વાર વાંચ્યે ગળે નહિ ઉતરી હોય, ફરી ફરી ૨-૩ વાર વાંચશો તો અંદાજ આવશે કે હું શું કહેવા જઈ રહ્યો છું.
જો તમે એક પેટન્ટ છો તો એમની (નવી જનરેશન ની) રોટી કપડા મકાન ની ભૂખ સંતોષવા ની સાથે એમની માનસિક ભૂખ સંતષવા ની પણ સર્વ સામાન્ય જવાબદારી તમારીજ છે. જો તમે પુરુષ હો અને એમ માનતા હો કે બાળક ની માનસિક કેળવણી ની જવાબદારી તો ફક્ત માતા નીજ છે કે પછી શિક્ષકો નીજ છે અને એટલેજ આપડે બાળક ને સારી સ્કૂલ કે પાઠશાળા માં મોકલીએ છીએ, તો સાહેબ તમારે એક જુનવાણી વાત યાદ કરવી રહી કે માતા અને પિતા એજ બાળક ના સર્વ પ્રથમ ગુરુ હોય છે, સર્વપ્રથમ શિક્ષક હોય છે.
તો શું તમને ખાતરી છે કે તમે અત્યાર સુધી જે કર્યું એ કર્યું પણ આવનારા સમય માં પોતાના આર્થિક વિકાસ ની આ આંધળી દોટ વચ્ચે એક પ્રથમ શિક્ષક ની ભૂમિકા બખૂબી નિભાવી શકશો?
જો તમરો જવાબ હા હોય તો નીચે કૉમેન્ટ માં તમારો અભિપ્રાય જરૂર થી લખજો જેથી બીજા લોકો પ્રેરણા લઈ શકે અને જો તમરો જવાબ ના હોય તો ખાસ તમારો સમય મને જણાવશો કે જેમાં અમારા વેલ્થ એડવાઈઝર તમારી તમારા પરીવાર માટે ની ક્વોલિટી સમય ની માંગ ને કેવી રીતે પૂર્ણ કરવી અને એવા કિસ્સાઓ કે જેઓ હાલ અમારી અડવાઈઝરી કમિટી ના સૂચનો અને ઇમ્પલીમેંટેશન (અમલીકરણ) થી અંતઃ કરણ ને પ્રસન્ન રાખી શકે એવું જીવન જીવી રહ્યા છે. સાથે સાથે આજે રોજ કોઈક નવી વ્યકિત ના જીવન માં પરિવર્તન લાવવાના પવિત્ર ઉદ્દેશ્ય સાથે અમારા પરીવાર માં જોડાઈ રહ્યા છે. હું આશા રાખું કે તમે તમારા સમય નો પુર્ણ સદોપયગ કરવા તત્પર છો, તથા બતાવેલા નુસખા અપનાવી બધી રીતે આગળ વધવા માંગો છો. એવાજ લોકો ખાસ સંપર્ક કરો.
ધન્યવાદ!
તમે અમને વોટસએપ દ્વારા કૉલ દ્વારા કે મેસેજ દ્વારા તમારા
અમારો સંપર્ક સૂત્ર.
Mahendra Pandil & Team.
Elite Club by MPandil.
૯૫૧૦૦૭૭૭૪૪ / ૮૮૬૬૧૯૨૮૩૭.
Superb and informative article
ReplyDeleteYes need to bit elobarate on schooling part of kid in current time